Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરથાણામાં હોસ્પિટલના કેશ કાઉન્ટરમાં નોકરી કરતી મહિલાને છુટ્ટા પૈસા આપવાને બહાને ઠગબાજ ૪૦ હજાર પડાવી ગયો

  • November 20, 2021 

સિમાડા ગામ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં કેશ કાઉન્ટરમાં નોકરી કરતી મહિલાને ઠગબાજ ડોકટર સાથે છુટ્ટા પૈસા આપવાની વાત થઈ છે હોવાનુ કહી રૂપિયા ૪૦ હજાર પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.


બનાવની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ  સરથાણા પાસોદરા પાટીયા ગ્રીન્વેલી રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના ધારીના વતની મેધાબેન નરેશભાઈ રંગપરીયા (ઉ.વ.૨૫) સિમાડા ગામ ખાતે આવેલ એઈમ્સ હોસ્પિટલમાં બીલીન્ગનું કામ કરે છે.ગત તા ૨૬મી ઓક્ટોબરના રોજ મેઘાબેન કેસ કાઉન્ટરમાં કામ કરી હતી તે વખતે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો અને બાજુમાં ગેરેજમાં કામ કરતા અનિલભાઈનો છોકરો છુ તમને છુટ્ટા પૈસા જોઈએ તો હું તમને છુટ્ટા પૈસા આપું તમે મને રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ની નોટો આપો ત્યારબાદ અજાણ્યો ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ફાર્મસીમાં ગયો હતો અને ફરી થોડીવારમાં મેઘાબેન પાસે આવી ડો, રાજેશ રામાણી સાતે છુટ્ટા પૈસા માટેની વાત થઈ ગઈ છે હોવાનુ કહેતા મેઘાબેને ૨૦૦૦ અને ૫૦૦ની નોટોના કુલ રૂપિયા ૪૦,૦૦૦ આપ્યા હતા.


અજાણ્યાએ પૈસા લીધા બાદ મેઘાબેનને તમારા સ્ટાફના એક માણસને મારી સાથે મોકલો જેથી હું નીચે જઈને છુટ્ટા પૈસા આપી દઉ કહેતા મિલન ગેવરીયા નામના યુવકને સાથે મોકલતા અજાણ્યા ઠગબાજે મિલનને ફાર્મશી કાઉન્ટરે ખાતેથી પણ પૈસા લેવાના છે કહેતા મિલન ફાર્મશી કાઉન્ટરે પુછવા માટે જતા અજાણ્યો ઠગબાદ ત્યાંથી નાસી ગયો હતો. થોડીવાર મિલને અજાણ્યાએ શોધખોળ કરવા છતાંયે નહી મળતા મેઘાબેનને વાત કરી હતી. મેઘાબેનને ખ્યાલ આવી ગયો કે અજાણ્યાએ એક બીજાની ઓળખાણ કાઢી  વિશ્વાસમાં લઈ છુટ્ટા પૈસા આપવાને બહાને કુલ રૂપિયા ૪૦ હજાર પડાવી છેતરપિંડી કરી છે બનાવ અંગે પોલીસે મેધાબેન રંગપરીયાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application