ડાંગ કલેકટર મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગિરિમથક સાપુતારાની હોટલો તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરફથી મળેલી વિગતો અનુસાર સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલી ડે હોમ સહિત સાઈ બજાર સ્થિત વેજ, નોનવેજ ભોજન પીરસતા તમામ ઢાબા રેસ્ટોરન્ટ ઉપર, જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગ્રાહકોને પીરસાતા ભોજન અને નાસ્તાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સપેક્ટરને સાથે રાખી, લોકોના આરોગ્ય માટે હાનીકારક અખાદ્ય શાકભાજી, છાસ, સબ્જીની તૈયાર ગ્રેવી વિગેરેનો સ્થળ ઉપર જ નાશ કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ, રેસ્ટોરન્ટ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના એંધાણ આપ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500