ગુજરાતમાં અસહ્ય ગરમીનાં કારણે લોકો ઠંડકમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાનાં સાપુતારામાં ગરમીમાં રાહત મેળવવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઘાડ ધુમ્મસની ચાદર છવાઈ જતા સાપુતારા ધુમ્મસની ચાદર તળે ઢંકાઈ ગયું હતું અને વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝીબીલીટી ઓછી રહેતા વાહન ચાલકોને તકલીફ થઈ હતી. જ્યારે પ્રવાસીઓ ખુબ મોજમાં આવી ગયા હતા અને પ્રવાસીઓનો આવા માહોલમાં આનંદ બે ગણો વધી ગયો હતો.
જોવા જઈએ તો સાપુતારાનું મોસમ બારેમાસ પ્રવાસીઓ માટે આકર્ષણ બની રહેતું હોય છે પણ હાલમાં ચોમાસાને દસ્તક દેતું સમયે સાપુતારાનું વાતાવરણ લોકોને પોતાના તરફ વધારે પડતું જ આકર્ષી રહ્યું છે જયારે સાપુતારા સહીત ડાંગ જિલ્લનાં આસપાસના સ્થળો પણ પ્રાકૃતિક રીતે ખીલી ઉઠ્યા છે અને આ પ્રાકૃતિક નજારો જોવાનો આનંદ પણ કંઈક અલગ છે.
જોકે જોવા જઈએ તો પુરા રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રી કરતા વધુ જોવા મળી રહ્યો છે પણ સાપુતારાની તો વાત જ કઈક અલગ છે સાપુતારાનું તાપમાન પણ 22 થી 28 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું જેથી પ્રવાસીઓની મજામાં ચાર ચાંદ લાગી જાય છે અને ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીનાં મોસમમાં રહેવાની મજા જ કંઈક અલગ છે. જયારે સાપુતારાનું મોસમ આટલું સુંદર અને સારું હોવાથી મોટી સંખ્યામાં અહિયાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500