Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં સાલૈયા ગામે દીપડો આંટા ફેરો મારતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

  • June 06, 2024 

માંડવીનાં સાલૈયા ગામે દીપડાનો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જયારે સાંજે દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો. અગાઉ પણ ગ્રામજનોએ પીછો કરી દીપડાનાં મુખમાંથી શ્વાનને બચાવ્યો હતો. પરંતુ ગામનાં લોકોએ વનવિભાગ પાંજરું મુકે તેવી માંગ પણ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં સાલૈયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાઈ રહ્યા છે.


જેથી ગ્રામજનોમાં ભયનો મહોલ છે. દીપડા જંગલ છોડીને માનવ વસ્તીમાં પ્રવેશ કરી રહ્યા છે સાલૈયા ગામમાં સાંજે 7 થી 8 વાગ્યા દરમ્યાન દીપડા આવી ચઢતા હોવાથી લોકો બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે ગામના હળપતિવાસ ફળિયામાં રહેતા રહિશે જણાવ્યું હતું કે, સાંજે દીપડાએ શ્વાનગળા ભાગે બચકુ ભરી ઊંચકી ગયો હતો અને અગાઉ પણ એક શ્વાનને ઊંચકી જતા સ્થાનિક લોકોએ પીછો કરી શ્વાનનો જીવ બચાવ્યો હતો. પરંતુ વન વિભાગ વહેલી તકે પાંજરું મુકે તેવી ગામલોકોમાં માંગ ઉઠી છે.

  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application