ખટોદરા કોલોની ગાંધીનગર સોસાયટીમાં રહેતા યુવકને ભેજાબાજે ફોન કરી કે.વયા.સી ઓફિસમાંથી બોલું છું હોવાનુ કહી કેવાયસી કરાવવાને બહાને મોબાઈલમાં ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી બેન્કના ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી ચાલુ વાતે ખાતામાંથી રૂપિયા ૧૮,૪૦૦ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ખટોદરા કોલોની ગાંધીનગર હાઉસીંગ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર રમેશચંદ્ર જરીવાલા (ઉ.વ.૪૦) પારલે પોઈન્ટ ખાતે આવેલ અબર કોરા કપડાની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશકુમારે તેના પગારના પૈસાની બચત માટે પારલે પોઈન્ટ પાસે આવેલ સુરત પીપલ્સ બેન્કમાં સેવીંગ ઍકાઉન્ટ ખોલાવ્યું હતું. હિતેશ ઍચ.ડી.ઍફ.સી બેન્કો ક્રેડીટ કાર્ડ પણ ધરાવે છે.
દરમિયાન ગત તા ૨૪મી ઍિલના રોજના રોજ સાંજે સાતેક લાગ્યે હિતેશકુમાર ઘરે હતા તે વખતે તેમના ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો ફોન કરનારે પેટીઍમ કે.વાય.સી. ઓફિસમાંથી બોલુ છુ અ્ને તમારે કે.વાય.સી. કરાવવાનું હોય તો પ્લોસ્ટોરમાંથી ઍક ઍપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્નાં હતું હિતેશકુમારે ઍપ્લીકેશન ડાઉનલોડ કરી હતીત્યાર બાદ ઍપ્લીકેશન ખોલશો તો ઍક નંબર હશે તે આપવાં કહેતા હિતેશકુમારે આપ્યો હતો. અને અજાણ્યાઍ ઍપ્લીકેશનમાંથી બહાર નીકળી ગુગલમાં અને પેટીઍમમાં જવાનું કહેતા પેટીઍમ ખોલ્યું હતુ અને બેન્કનો ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ છે તેનો નંબર માંગતા આપ્યો હતો.
હિતેશકુમારે બંને બેન્કના કાર્ડ નંબર આપવાની સાથે પીપલ્સ બેન્કના ખાતામાંથી રૂપિયા ૮,૨૦૦ અને ઍચ.ડી.ઍફ.સી બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી ૧૦,૨૦૦ પેટીઍમ દ્વારા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. હિતેશકુમારને કેવાયસી કરાવાને બહાને બદમાશે બેન્કના અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી કુલ રૂપિયા ૧૮,૪૦૦ ઉપાડી લીધા હતા. પોલીસે હિતેશકુમારની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500