રાજપીપળા શહેર ના ટ્રાફિક થી ભરચક રાજરોક્ષી પેટ્રોલ પંપ જેવા વિસ્તાર માં એક અજાણ્યા બાઈક ચાલાક નું રૂપિયા ભરેલું પાકીટ પરત આપી ટ્રાફિક બ્રિગેડ ના જવાને પોતાની ફરજ પર પ્રમાણિકતા બતાવી હતી.
આમ તો પોલીસ વિભાગ પૈસા પડાવી લેતો હોવાની છબી ઘણા લોકો ના મગજ માં ચિતરાયેલી હોય છે પરંતુ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓ કે જવાનો પોલીસ પ્રજા નો મિત્ર છે એ વાક્ય ને વારંવાર સાર્થક કરતા જોવા મળે છે જેમાં કોન્ટ્રાકટ પર કામ કરતા ટ્રાફિક બ્રિગેડ ના જવાનો દ્વારા વારંવાર આવી ઈમાનદારી ના દર્શન થયા છે.
ત્યારે હાલ રાજરોક્ષી પેટ્રોલ પંપ પાસે ફરજ પર ઉભેલા ટ્રાફિક બ્રિગેડ ના જવાનો પૈકી વસુદેવભાઈ માછી અને અને ભદ્રેશભાઈ એ તેમની આ ફરજ દરમિયાન એક બાઈક ચાલાક નું રૂપિયા,ક્રેડિટ કાર્ડ સહિત ની જરૂરી વસ્તુઓ ભરેલું પર્સ માર્ગ ઉપર પડી જતા તેની જરૂરી ઓળખ અને પુછતાછ બાદ પરત આપી પ્રમાણિકતા દેખાડી હતી સાથે સાથે પોતાના વિભાગ નું નામ પણ પ્રજા માં ઊંચું કર્યું હતું. ત્યારે પોલીસ વિભાગ માં ફરજ બજાવતા આવા ઈમાનદાર જવાનો સન્માન ને પાત્ર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500