નર્મદાનાં વડા મથક રાજપીપળા ખાતે કલેકટર કચેરીનાં ગેટ પાસે જમીન બાબતે માથાકુટ બાદ ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, તારીખ 1 ઓગ્સટનાં રોજ બનેલી ઘટનામાં હરનીશભાઈ હિંમતભાઈ વસાવા (રહે.મોટા લીમટવાડા)નાંએ આપેલી તારીખ 2 ઓગ્સટની ફરિયાદ મુજબ તેઓ કલેકટર કચેરી ખાતે જમીન સિવિલ મેટર બાબતે આવેલા હતા. મુદત પુરી થતા કલેકટર કચેરીના મેન ગેટ પાસે પાર્ક કરેલી મોટર સાયકલ લેવા જતા હતા. ત્યારે સવિતાબેન દેવનભાઈ વસાવા, મનિષાબેન દેવનભાઈ વસાવા, નટવરભાઈ દેવનભાઈ વસાવા અને દિલિપભાઈ દેવનભાઈ વસાવા તમામ (રહે.નાના લીમટવાડા ગામ, તા.નાંદોદ)નાંએ તેમની પાસે આવીને કહેલુ કે, 'નાના લીમટવાડા ગામની સીમમાં જે ખેતર આવેલુ છે તે અમારૂ જ છે અને અમે જ વાવેતર કરવાના છીએ.' તેવુ કહી અપશબ્દો બોલ્યા હતા. નટવરભાઈ દેવનભાઈ વસાવા હરનીશભાઈને બરડાના ભાગે ઢીક્કો મારી, તેમના હાથમાં પહેરલું કડુ માથાના પાછળના ભાગે મારી ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટના અંગે રાજપીપળા પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application