ત્રણ દિવસના રેલ રોકો આંદોલનના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેનોના ટ્રેક પર જોવા મળતા અનેક ટ્રેનોની અવરજવરને અસર થઇ હતી. ખેડૂતોએ ચંડીગઢ-અંબાલા-દિલ્હી નેશનલ હાઇવેને પણ સાત કલાક સુધી બ્લોક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબના ખેડૂતો પૂરને કારણે પાકને થયેલા નુકસાન અંગે વળતર, ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટી અને લોન માફીની માગ કરી રહ્યાં છે રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખેડૂતોના રેલ રોકો આંદોલનને પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને કેટલીક ટ્રેનોના રૂટ બદલવાની ફરજ પડી હતી.
રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફિરોઝપુર ડિવિઝનમાં 91 ટ્રેનો રદ કરવામાં આવી હતી. કુલ 179 પેસેન્જર ટ્રેનો અને 14 ગુડ્સ ટ્રેનોને અસર થઇ હતી. ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર પંજાબમાં ફરિદકોટ, સમરાલા, માગા, હોશિયારપુર, ગુરદાસપુર, જલંધર, તર્નતારન, સંગરુર, પટિયાલા, ફિરોઝપુર,ભટિન્ડા અને અમૃતસર સહિત 20 સ્થળોએ ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. ખેડૂત નેતાઓએ દાવો કર્યો છે કે તે હરિયાણાના ખેડૂતો પણ અમારા આંદોલનમાં જોડાશે અને તેઓ અંબાલામાં રેલ રોકો આંદોલન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500