પુણાગામ સીતાનગર ચોકડી ખાતેના બ્રીજ નીચેથી મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા બે વેપારીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૧.૯૯ લાખ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી સટ્ટો રમાડતાની એપ્લીકેશન આઈડી પાસવર્ડ આપનાર બુકીને વોન્ટેડ બતાવ્યા છે.
પુણા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોએ મળેલી બાતમીના આધારે સીતાનગર ચોકડી બ્રીજ નીચેથી મોબાઈલમાં અઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હિરેન બળવંતરાય પંડ્યા (ઉ.વ.૩૭, ધંધો વેપાર.રહે, રામકુપા સોસાયટી કાપોદ્રા) અને નિલેશ ઉર્ફે બી.કે. મનસુખ રૂપારેલીયા (ઉ.વ.૪૫.ધંધો, વેપાર ,રહે, શુભમ એવન્યુ આઈ માતા રોડ પુણા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સટ્ટોડિયાઓ પાસેથી રોકડા ૧,૯૯,૮૦૦ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૨,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સટ્ટોડિયાઓ મોબાઈલમાં ગુગલ ક્રોમમાં એસડએમ એક્ષચેન્જ ૯૯ નામની વેબ સાઈડઆઈડી ઉપર સટ્ટો રમાડતા હતા અને આ આઈડી પાસવર્ડ બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા પાસેથી ખરીદી હતી.વધુમાં ઓનલાઈન જુગાર રાજકોટથી મેહુલ પરમાર રમાડતો હતો અને તેના હારજીતના હિસાબના નાણા પી.ઍમ. નામની આંગડીયા પેઢી મારફતે મોકલાવ્યા હતા. પોલીસે બંને વેપારીઓની ધરપકડ કરી બ્રીજેશ અને મેહુલ પરમારને વોન્ટેડ બતાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500