Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ એક્શન મોડમાં : જો કોઈ આંદોલન ચાલુ રાખવમાં આવશે તો સરકાર તેના પર યોગ્ય પગલાં લેશે

  • September 23, 2022 

ગુજરાતના પાટનગરમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને હવે સરકાર દ્વારા કડક પગલાં લેવા સૂચના અપાઈ હોવાથી આજે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના પાટનગરની ભૂમિ જાણે આંદોલનની ભૂમિ બની ગઈ હોય તેમ આરોગ્ય કર્મચારીઓ સહીત અન્ય અંદોલન કે ધારણા તેમજ રેલી કરી રહેલા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી તેમ ગાંધીનગરના ડીવાયએસપીએ જણાવ્યું હતું.




નોંધનીય છે એક તરફ આગામી મહિનાઓમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય તેવા સમયે જ એક પછી એક કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે ત્યારે આજે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે. જો કોઈ આંદોલન ચાલુ રાખવમાં આવશે તો સરકાર તેના પર યોગ્ય પગલાં લેશે. સરકાર દ્વારા આ કર્મચારીઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કર્મચારીઓ ગત મહિનાની 8મી તારીખથી આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે સરકાર આંદોલન પૂરું કરવા જણાવ્યું હતું. સરકાર દ્વાર આ બાબતે પરિપત્ર પણ જાહેર કર્યો હતો અને તમામ પંચાયતને મોકલાવમાં આવ્યો હતો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application