આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં પતિ બે દિવસથી કામ પર ગયો ન હતો, જેના કારણે પત્ની સાથે બોલાચાલી થતાં પત્નીએ કુહાડીનાં ઘા ઝીંક્યા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગનાં આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં રહેતા રાજુ લાસુભાઈ ગાવિતની પત્ની કમળીબેને તેમને પૂછ્યું હતુ કે, ખેતી કામ કરવા કેમ નથી જતો? ત્યારે પતિએ કહ્યું હતું કે, ખેતી નહી કરવી તારે શું છે? તેમ કહેતા પત્ની એકદમ ઉશ્કેરાઇ ગઈ હતી અને અપશબ્દો-ગાળો આપી શરીરે ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો.
તેમજ પત્નીએ ઘરમાંથી કુહાડી લઇ આવી પતિને ગળાનાં ભાગે કુહાડીનાં ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ બૂમાબૂમ થતાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા ત્યારે પત્નીએ કહ્યુ હતું કે, ‘આજે તો બચી ગયો છે પરંતુ બીજી વખત જાનથી મારી નાંખીશ, ત્યારબાદ પીડિત પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500