Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેલાડ બુહારી ગામે ગામની જાગૃત બહેનો દ્વારા પંચાયત ઘર પાસે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી

  • October 28, 2023 

માહિતી વિભાગ, તાપી : "સ્વચ્છતા હી સેવા" ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં તાપી જિલ્લામાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓની સફાઇ કરી રહ્યા છે. આજરોજ સ્વચ્છતા હી સેવા 2023 કાર્યક્રમ અંતર્ગત વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે ગામની જાગૃત બહેનો દ્વારા પંચાયત ઘર પાસે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં સૌના સહિયારા સામૂહિક પ્રયાસો થકી જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવાની સાથે સાથે જિલ્લાના સૌંદર્યમાં વધારો અને જાહેર આરોગ્યમાં વૃદ્ધિ થઇ રહી છે. આ ઝુંબેશ હેઠળ કચરાના યોગ્ય નિકાલ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવવાના મહત્વ વિશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ગ્રામજનોમાં હકારાત્મક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application