નવસારી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રાફિકની મેગા ડ્રાઈવમાં અનેક બેદરકાર વાહન ચાલકોને દંડિત કરવા સાથે અનેક વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા હાલમાં માર્ગ અકસ્માત અટકાવવા તારીખ 22 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી સમગ્ર રાજયમાં મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી એસ.પી. દ્વારા માર્ગ અકસ્માત અટકાવવા એકશન પ્લાન બનાવી મૃત્યુદરમાં ધટાડો લાવવા બાબતે ટ્રાફિક શાખાના પી.એસ.આઈ., ટ્રાફિક નિયમોનું ઉલ્લ્લન કરતા ઇસમો વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા સુચના મળતા એકશન પ્લાન બનાવી નેશનલ હાઇવે નં-48 પર ખોટી લેનમાં વાહન હંકારતા ભારે વાહન ચાલકો વિરૂધ્ધ P.C-279,M.V.ACT-184 મુજબ-1010 કેસ તથા એમ.વી.એકટ 177(1) મુજબ-1256 જેટલા આર.ટી.ઓ મેમો ભારે વાહન ચાલકોને આપી આર.ટી.ઓ ખાતે દંડ ભરવા સમજ આપી હતી.
ઓવર સ્પીડમાં વાહન હંકારતા વાહન ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટરવાન તથા લેસરીડગનથી કુલ-1248 કેસો તેમજ નશો કરી વાહન હંકારતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી.એકટ-185 મુજબ-293,અન્ય 4098 જેટલા કેસ અને એમ.વી.એકટ-207 મુજબ-4048 વાહનો ડિટેઇન કરવામાં આવેલ હોય આગામી સમયમાં પ્રાણધાતક અકસ્માતો અટકાવવા સારૂ વધુમાં-વધુ ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવા સારૂ અને નાગરીકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે હેતુસર ટ્રાફિક નિયમના પાલન કરવા અંગેના સાઇન બોર્ડ લગાવવા સારૂ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્, જીલ્લા ટ્રાફિક શાખા, નેશનલ હાઇવે નં-48 પર જુદી-જુદી જગ્યાએ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત્તિ અંગેના બેનરો લગાડવાની તેમજ 10-એલ.ઇ.ડી. લાઇટ બોરીયાચ ટોલનાકા ખાતે લગાવવાની કામગીરી હાથ ધરેલ છે. આ સાથે નવસારી જીલ્લાની જનતાને ટ્રાફિક નિયમોનો ચુસ્તપણે પાલન કરવા સારૂ આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500