Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : કોવિડ-૧૯ના સંક્રમણ સામે લડવા ડીએમએફ દ્વારા રૂપિયા ૧,૦૧,૭૯,૮૭૭/-ની ગ્રાંટ ફાળવવામાં આવી

  • May 25, 2021 

ખાણકામથી પ્રભાવિત ગામોમાં વિકાસલક્ષી કામો માટે ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતા હેઠળ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન કાર્યરત છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના સંક્રમણ સામે લડવા અને જિલ્લામાં વિવિધ સરકારી સંસ્થામાં આરોગ્ય લગતી સુવિધા પૂરી પાડવા માટે ડીએમએફ નવસારી દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે.

 

 

 

 

ગત નાણાંકીય ૨૦૨૦-૨૧માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નવસારીને ૧૦ ઓકિસજન કોન્સેન્ટ્રેટરની ખરીદીમાં માટે રૂ.૪,૫૦,૦૦૦/- તેમજ એમ.જી.જી.જનરલ હોસ્પિટલમાં આઇ.પી.ડી. બિલ્ડીંગમાં ૬૦ બેડની સુવિધા માટે રૂ.૧૬,૬૮,૮૭૭/- ફાળવવામાં આવ્યાં છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં નવસારી જિલ્લાની એમ.જી.જી.જનરલ હોસ્પિટલ આઇ.પી.ડી. બિલ્ડીંગમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ૫૦ પોઇન્ટ ઓકિસજન સેન્ટ્રલ લાઇનના કામ અર્થે રૂ.૨૨,૫૦,૦૦૦/- રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ચીખલી, સબ ડિવીઝન હોસ્પિટલ ચીખલીમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ૬૨ પોઇન્ટ ઓકિસજન સેન્ટ્રલ લાઇનના કામ અર્થે રૂ.૨૬,૩૬,૦૦૦/- લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે.

 

 

 

 

સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વાંસદામાં કોરોના વાયરસના દર્દીઓ માટે ૬૧ પોઇન્ટ ઓકિસજન સેન્ટ્રલ લાઇન કરવા અધિક્ષક ગુ.ત.સે. વર્ગ-૧ કોટેજ હોસ્પિટલ વાંસદા, જિ.નવસારીને રૂ.૨૬,૭૫,૦૦૦/- તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નવસારીને ૧૦ ઓકિસજન કોન્સેન્ટ્રેટરની ખરીદી માટે રકમ રૂ.૫,૦૦,૦૦૦/-ની મંજૂરી આપવામાં આવી છે. આમ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજખાતાના ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ રૂ.૧,૦૧,૭૯,૮૭૭/-ની ગ્રાંટ ફાળવવામાં આવી છે તેમ ભૂસ્તરશાસ્ત્રી નવસારીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application