લોકસભા પહેલા જિલ્લા સ્તરે ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની જેમ જ આગળ વધી વધુ સીટો જીતી શકે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે. ત્યારે સીઆર પાટીલના ગઢ નવસારીમાં પણ તૈયારીઓ જિલ્લા સ્તરે સંગઠન દ્વારા તેજ કરી દેવામાં આવી છે.આગામી સમયમાં બથૂ સશક્તિકરણ પર ફોકસ કરવામાં આવશે. વિધાનસભામાં જે રીતે આયોજન હતું તે જ સ્તરે સંગઠન દ્વારા બહું પહેલાથી જ બેઠકો મળી રહી છે.નવસારીમાં એક દિવસ પહેલા જ નવસારી ભાજપા કાર્યાલય કમલમ ખાતે નવસારી વિજલપોર શહેરની સંયુક્ત રીતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રકારે બેઠકો આગામી સમયમાં પણ નવી રણનિતીને ધ્યાનમાં લઈને મળશે.
નવસારી લોકસભા મત વિસ્તાર એ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો મતવિસ્તાર છે ત્યારે તેઓ ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ વોટોથી જીત્યા હતા. ત્યારે બની શકે છે કે, ગત વખતના આ રેકોર્ડને કાયમ રાખવા માટે તજવીજ હાથ ધરાઈ છે. નવસારીમાં થયેલા વિકાસકાર્યો ઉપરાંત આ વખતે ગુજરાત તેમજ દેશમાં જે મુખ્ય મુદ્દાઓ છે તેમાં પણ ખાસ કરીને નવા સૂત્ર સાથે ભાજપ આગળ વધી શકે છે. ત્યારે ગુજરાતમાં નવસારી જિલ્લા પર પણ સૌ કોઈની નજર રહેશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી ઘણા સમય પહેલાથી જ કરી દેવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત બાદ ભાજપ ગુજરાતમાં દરેક લોકસભા વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application