Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્થળે ૧ કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

  • February 17, 2024 

વિશાળ જનમેદની માટે પાંચ ડોમમાં ૪૦ એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશ નવસારીના વાંસી બોરસી ખાતે આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્તનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઘણા સમયથી પડતર રહેલી આ જમીન પર વીજલાઈન લાવવાથી માંડીને ટ્રાન્સફોર્મર ઉભા કરવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. પીએમ મિત્ર પાર્કથી કાપડ ક્ષેત્રની સાથે સાથે ગ્રામીણ રોજગાર અને મહિલા સશક્તિકરણની દિશામાં પણ તેજ ગતિથી વિકાસ થશે જે કાપડ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવશે. વડાપ્રધાનશ્રીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક પીએમ મિત્ર પાર્કના ખાત મુહૂર્ત સમારોહ પૂર્વે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને ઓપ આપવામાં આવી રહ્યો છે.


હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જીઆઈડીસીની ટીમ દ્વારા દિવસરાત કામગીરી ચાલી રહી છે. કુલ પાંચ ડોમમાં યોજાનારા આ સમારોહમાં એક ડોમમાં ૩૦૦ અને બાકીના ચાર ડોમમાં ૧૫૦ એલઈડી લાઈટ લગાવવામાં આવશે. જે માટે વીજ કંપની દ્વારા કાસામરીન રિસોર્ટથી સભા સ્થળ સુધી ૧ કિમીથી વધુ લંબાઈની અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વીજ લાઈન નાંખવામાં આવી છે. પાંચ ડોમમાં કુલ ૪૦ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. સભા સ્થળે પાવર સપ્લાઈ માટે ૫૦૦ કેવીના ૧૨ ટ્રાન્સફોર્મર ગોઠવવામાં આવ્યા છે. ડીજીવીસીએલ દ્વારા ૨૧ કનેકશન આપવામાં આવ્યા છે. આ સિવાય ૩૮ નંગ ડિઝલ જનરેટર (ડીજી)ના સેટ પણ સ્ટેન્ડ બાય સોર્સ તરીકે રાખવામાં આવ્યા છે. કુલ ચાર સોર્સ વીજ સપ્લાઈ માટે તૈયાર કરાયા છે. જે બે સોર્સ ડીજીવીસીએલ અને બે સોર્સ ડીજી આધારિત છે. જીઆઈડીસી અને વીજ કંપનીના ઈલેકટ્રીક અને સિવિલ વિભાગના ઓફિસરોથી માંડીને લાઈનમેન સુધીનો ૬૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સાધન સરંજામ સાથે દિવસ રાત એક કરી તા. ૨૨ મી ના રોજ યોજાનારા ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application