નવસારીનાં ગાંધી મોટર્સના દુકાનદાર કમલેશ ગાંધી દુકાન વધાવી કારમાં જરૂરી સામાન સાથે રૂપિયા 2.50 લાખ ભરેલ બેગ મૂકી માત્ર 15 મિનિટ માટે દુકાનનાં તાળા ચકાસવા જતા માત્ર 5 મિનિટમાં જ ચોરટાઓએ હાથ ફેરો કરી નાસી જતા ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. મળતી અમ્હીતિ મુજબ, શહેરના ભરચક વિસ્તાર એવા રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં આવેલી ગાંધી મોટર્સમાં દિવસ અને દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકોની અવર જરૂર રહે છે. ત્યારે તારીખ 6 જૂને ગાંધી મોટર્સના દુકાનદાર કમલેશ ગાંધી સાજે દુકાન વધાવી 8:45 વાગ્યે ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા.
તે દરમિયાન પોતાના રોજિંદી આદત મુજબ કારમાં એસી લાઈટ અને રૂપિયા 2.50 લાખ ભરેલ બેગ સહિતનો સામાન મૂકી બંધ દુકાનના તાળા ચેક કરી રહ્યા હતા તે સમએ બાઇક પર આવેલા ચાર ચોરટાઓએ માત્ર 5 મિનિટમાં જ કારમાંથી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે દુકાનદારે CCTVની તપાસ કરી નવસારી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ આપતા પોલીસે ચોરોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application