રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે નવસારી જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહયો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં યુવાનો ઉમંગ સાથે જોડાઇ રહયાં છે. અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી રહયાં છે. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિનએ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહયો છે.
નવસારીના અડદા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લેવા આવેલા ધીરજભાઇ અરોરા કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૫ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોઍ સમયસર રસી લઇ લેવી જોઇઍ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોઍ તેનો લાભ લેવો જોઇએ.
રાજય સરકાર દ્વારા નવસારી જિલ્લામાં તા.૪ જુનથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોઍ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500