નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પર એક દોષિતે કોર્ટરૂમમાં પથ્થર વડે હુમલો કર્યો છે. જેમાં જજનો આબાદ બચાવ થયો હતો. નવસારી જિલ્લા બાર એસોસિએશને આ ઘટનાને વખોડી કાઢી છે.ગુજરાતના નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પર આજે કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન એક દોષિત દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
નવસારી સેશન્સ કોર્ટમાં એડિશનલ સેશન્શ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. જો કે મહિલા જજને સદનશીબે પથ્થર વાગ્યો નહોતો. જેમાં મહિલા જજનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને વખોડીને નવસારી જિલ્લા બાર એસોસિએશને તેની તપાસની માંગ કરી છે. એડવોકેટ પ્રતાપસિંહ મહિડાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આ ઘટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં બની હતી. મળતી વિગતો અનુસાર હાફ મર્ડર કેસના આરોપીએ મહિલા જજ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં તે ભાગી છૂટ્યો હતો. ફરજ પરની પોલીસે તરત જ આરોપીને પકડીને કોર્ટરૂમમાંથી બહાર કાઢ્યો હતો. આરોપી જેલ પરિસરમાંથી પથ્થરો લાવ્યા હતા.
પોલીસ પર સવાલો ઉઠ્યા
વકીલે વધુમાં જણાવ્યું હતું કે,આ આરોપી ન્યાયાધીશો પર હુમલો કરવાનો ઈતિહાસ ધરાવે છે તેમ છતાં પોલીસ જાપતામાં કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. ભૂતકાળમાં આરોપીઓએ જજ પર જૂતું ફેંક્યું હતું. બાર એસોસિએશન પોલીસની ભૂમિકાની તપાસની માંગ કરી રહ્યું છે. શું તેમની પાસે અગાઉથી કોઈ માહિતી હતી કે કેમ કે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા શા માટે તેમની શારીરિક તપાસ હાથ ધરવામાં આવી ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500