નવસારીમાં રવિવારે જોખમી રીતે સ્ટંટ કરી વાહન હંકારતી એક મહિલાનો વીડિયો વહેતો થયો હતો. જયારે ચાલુ બાઈક ઉપર સ્ટંટ કરતી મહિલાને ટ્રાફિક પોલીસે 24 કલાકમાં શોધી કાઢી હતી. નવસારીનાં ઇંટાળવા રોડથી દાંડી તરફના માર્ગ પર ગત તારીખ 28 જુલાઈનાં રોજ એક મહિલા બાઇક ઉપર સ્ટંટ કરતી જોવા મળી હતી. આ મહિલાનો કોઈ કાર ચાલકે વીડિયો બનાવ્યો હતો અને તે જ દિવસે સોશિયલ મીડિયામાં વહેતો થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હાલમાં અકસ્માતો થતા ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા સામે સ્પેશિયલ ડ્રાઇવ પણ પોલીસે ચાલુ કરી છે.
આ ડ્રાઈવ દરમિયાન જ આ મહિલાનો સ્ટંટવાળો વીડિયો વહેતો થતા પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. આ CCTV ફૂટેજમાં બાઈક નંબર GJ/15/O/3662 દેખાતા પોલીસે તેને આધારે બાઈકનાં માલિકને શોધતા તે કબીલપોર વિસ્તારની હોવાનું માલુમ પડતા પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમની અટક કરી હતી. નેત્રમ CCTVનાં આધારે ગુનો ઉકેલાયો ટ્રાફિક પોલીસનાં પી.એસ.આઇ. ડો. જાગૃત જોષીએ કમાન્ડ એન્ડ કન્ટ્રોલની મદદથી CCTV ફૂટેજ મેળવી અ.હે.કો. જીજ્ઞેશભાઇ જીવરાજભાઇ, વુ.પો.કો. અંકિતાબેન રસિકભાઇ, વુ.પો.કો. પુજાબેન રાજારામની ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપી શોધખોળ કરતા આ સ્ટંટ કરતી મહિલાની 24 કલાકમાં અટક કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application