નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં કુમાર છાત્રાલયની પાછળ રહેતા આદિવાસી સમાજના બે પડોશી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ હુમલો કરતા ત્રણને ઇજા થયાની ફરિયાદ બંને પક્ષોએ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીના દશેરા ટેકરીમાં રહેતા તેજસ ભરત રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ રાત્રિના સમયે કુમાર છાત્રાલયની પાછળ આવેલા બાકડા ઉપર બેઠેલા હતા ત્યારે પડોશી મુકેશ બુધિયા રાઠોડ દિવાલ ઉપરથી કૂદયો હતો.
જેને લઇ તેજસે તેને ઠપકો આપતા બંને વચ્ચે ગાળાગાળી થઇ હતી. અને મુકેશનો પુત્ર હેમંત પણ ત્યાં આવીને મારા પપ્પા સાથે ઝઘડો કેમ કરો છો તેમ કહી તેજસને માર મારતા શરીરના ભાગે ઇજા થઇ હતી. તેમને સિવિલમાં સારવાર અપાઇ હતી. જ્યારે સામે પક્ષે મુકેશ બુધિયા રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ દિવાલ પાસે રૂરલ પોલીસનો ટેલિફોન વાયર લટકતો હોય તે સરખો કરી બાકડા ઉપર બેસેલા તેજસ રાઠોડ સાથે નજીવી બાબતે તકરાર કરતા તેજસ સહિત ચારે હુમલો કરતા ઇજા થઇ હતી. ઘટના અંગે સામસામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application