રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જીલ્લામાં તા.૩૦ ઓક્ટોબરથી તા.૦૪ નવેમ્બર દરમિયાન ૧૪૭ ગામના ૨૪૬ વિવિધ સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ સાથે સાફ-સફાઈ કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) શાખા તરફથી મળેલ માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ૨૫ ગામની ૩૭ કચેરીઓ, ગણદેવી તાલુકાની ૨૬ ગામની ૪૩ કચેરીઓ, જલાલપોર તાલુકાના ૨૯ ગામની ૪૬ કચેરીઓ, ખેરગામ તાલુકાના ૨૨ ગામની ૨૧ કચેરીઓ, નવસારી તાલુકાની ૨૪ ગામની ૪૩ કચેરીઓ અને વાંસદા તાલુકાની ૨૧ ગામની ૫૬ કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ સાથે સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ ઉત્સાહભરે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઇ ગામમાં જાહેર જગ્યાઓથી કચરો દૂર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર ગામ સહિત નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500