નર્મદા જિલ્લા માં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે જેમાં ગુરુવારે ૧૦ કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદ તાલુકાના જીતનગરમાં-૦૪,વડીયામાં-૦૧ ગરુડેશ્વર ના કેવડીયામાં- ૦૧,તિલકવાડા કાલા ઘોડા -૦૧ જ્યારે સાગબારા માં-૦૩ મળી નર્મદા જિલ્લામાં માત્ર ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૨ દર્દી દાખલ છે. આજરોજ ૦૩ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૨૪૧ દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૩૨૫ એ પહોચ્યો છે. આજે વધુ ૨૯૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500