નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી અધ્યક્ષસ્થાને તા.૨૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ને શુક્રવારના રોજ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકો અને અરજદારોના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિબદ્ધતા સાથે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને સાંભળી હતી અને અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અરજદારોના પ્રશ્નો સમયાંતરે ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીઓને સલાહ સુચનાઓ આપી હતી. જેથી લોકોને જિલ્લા સ્વાગત કાર્યક્રમ સુધી આવવું ન પડે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૧ જેટલા અરજદારોની વિવિધ અરજીઓ આવી હતી જેમાં હેન્ડપંપ મંજુર કરવા અંગે, જમીન અંગે, વયવંદના/ઇન્દિરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, ખેતીની જમીન સહિતના પ્રશ્નો રજુ થયા હતા જે પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application