સુરતમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ચાર દિવસ પહેલાં જ એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં FY.B.Comની વિદ્યાર્થીનીએ પોતાને રૂમમાં કેદ કરી માનસિક તણાવના કારણે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નાનપુરા બાર હજારી મહોલ્લામાં FY.B.Comની વિદ્યાર્થીનીએ રૂમમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. જયારે એકની એક દીકરીના અંતિમ પગલાંના વિષયમાં પિતાએ કહ્યું હતું કે, તારીખ 4થી દિકરીની પરીક્ષા શરૂ થવાની હતી. જેથી તે માનસિક તણાવમાં રહેતી હતી. જ્યારે માતા પરિવારને ચા-નાસ્તો કરાવી રહી હતી ત્યારે યશસ્વીએ આવું પગલું ભર્યું હતું. આ મામલે પોલીસે જણાવ્યુ હતું કે, ઘટના નાનપુરા બારા હજારી મહોલ્લામાં સંજયભાઈ ભગતના ઘરમાં બની હતી. એમની 19 વર્ષીય દીકરીએ આજરોજ સવારે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર આવી કાર્યવાહી હાથ ધરી હતી. સંજયભાઈએ જણાવ્યું હતું કે, યશસ્વી તેમની એકની એક દીકરી હતી અને વેસુની કોલેજમાં F.Y.B.COMમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા ખુબ નજીક હતી અન 4 તારીખથી શરૂ થનાર પરીક્ષાનું તણાવ હતું. જેથી માનસિક તણાવમાં આવી દિકરીએ આવું પગલું ભર્યું હોય એમ કહી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500