Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NEET પેપર લીક મામલે CBIએ પેપર લીક ગેંગનાં સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી, પટના એઈમ્સનાં ત્રણ ડોક્ટરોની અટકાયત કરી

  • July 18, 2024 

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી પહેલા CBIએ મોટી સફળતા મળી છે. CBIએ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી હતી. CBIએ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. CBIએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.


CBIએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. જયારે મંગળવારે CBIએ NEET પેપર લીક કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. CBIએ પટનામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.


પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી કાગળ ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુ સિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી. NEET પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે, મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો માફિયા છે, બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓ સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે, મુખિયાએ ઘણાં પેપર લીક કરાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application