ધરમપુરના સોનદર સહિતના વિસ્તારને અડીને આવેલા ગામોમાં છેલ્લા ઘણાં સમયથી દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગામમાં શ્વાનની સંખ્યામાં ઘટાડો થયો હતો. જે બાબતે ધરમપુરના હનમતમાળ રેન્જના આર.એફ.ઓ.ને જાણ કરાઈ હતી. જેને લઈને વન વિભાગે મુરદડ ગામના સાપુતારા ફળિયામાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મારણ તરીકે મરથી મૂકવામાં આવી હતી. પાંજરામાં મુકેલું મારણ ખાવા જતા ત્રણ વર્ષીય દીપડી આબાદ રીતે ઝડપાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાતા આજુબાજુના ગ્રામજનો જોવા માટે ઉમટી પડયા હતા. વનવિભાગને જાણ થતાં કર્મચારીઓએ સ્થળે ધસી આવીને પાંજરે પુરાયેલી દીપડીનો કબજો લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, દીપડી અંદાજિત ત્રણ વર્ષની છે અને તંદુરસ્ત છે. દીપડી પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડીને મેડિકલ ચેકઅપ કરાવી જંગલમાં છોડી મુકવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application