મુંબઈમાં આજ રાતથી અમલમાં આવે તે રીતે ઓટો મોબાઈલ સીએનજી ગેસના ભાવમાં કિલોદીઠ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં 110 ટકાનો ભારે વધારો થયો હોવાનું જણાવી મહાનગર ગેસ લી. (એમજીલ)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ ઓટો-સીએનજીના ભાવમાં કિલોદીઠ 4 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રસોઈના ગેસમાં કોઈ વધારો થયો નથી. ગત તા.6 એપ્રિલથી માંડી અત્યાર સુધીમાં સીએનજીના ભાવોમાં ત્રીજીવાર વધારો નોંધાયો છે.
એમજીએલ અનુસાર આજ રાતથી અમલમાં આવે તે રીતે મુંબઈમાં સીએનજીનો ભાવ હવે કિલોદીઠ 76 રૂપિયા જેટલો રહેશે. જોકે ગત તા.1 થી 5 એપ્રિલ દરમિયાન રાજય સરકારે વેટના દરો 13.5 ટકાથી ઘટાડી 3 ટકા કરતા ભાવમાં ઘટાડો થયો હતો પણ ત્યારબાદ અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં કિલોદીઠ 16 રૂપિયાનો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application