મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 કેસ નોંધાયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 255 કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 100 થી 130 રહેતી હતી તે હવે 150 પર સ્થિર થવા લાગી છે. મુંબઈમાં ગતરોજ સાંજ સુધીના 24 કલાકમાં 151 કેસ નોંધાંતાં કુલ કેસની સંખ્યા 10,61,614 થઈ છે. વીતેલા 24 કલાક દરમિયાન એક દર્દીનું મોત પણ નોધાયું છે. મુંબઈમાં કુલ મૃત્યુઆંક 19,566 થયો છે. મુંબઈમાં ગતરોજ કુલ 5 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી એક દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરુર પડી હતી.
જોકે ગતરોજનાં દિવસ દરમિયાન મુંબઈમાં કુલ 7822 લોકોના ટેસ્ટ કરાયા હતા. મહારાષ્ટ્રમાં નવા 255 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 78,80,840 થઈ છે. સમગ્ર રાજ્યમાં ગતરોજ કુલ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં હાલ કુલ 1518 એક્ટિવ કેસ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500