વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમનાં 105માં એપિસોડને સંબોધિત કર્યો હતો. આજે ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ, G20નું સફળ આયોજન અને મિડલ ઈસ્ટ કોરિડોર વિશે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત કાર્યક્રમનો 105મો એપિસોડ આજે રિલીઝ થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગથી લઈને G20ના સફળ આયોજન વિશે વાત કરી હતી. G20 સમિત બાદ આજે મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમને દેશના ખુણે-ખુણેથી સંદેશો મળી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન એ કહ્યું હતું કે મને ફરી એકવાર દેશવાસીઓની સફળતા શેર કરવાની તક મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સિલ્ક રુટની ચર્ચા કરી હતી. તેમણે વધુમાં મિડલ ઈસ્ટ વિશે કહ્યું હતું કે, કેવી રીતે આ માર્ગથી વેપાર થતો હતો. આ ઉપરાંત આવો જ એક માર્ગ ફરીથી બનાવવામાં આવી રહ્યો છે તેમ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, G20માં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોરનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આ કોરિડોર આવનાર સેંકડો વર્ષો સુધી વિશ્વ વ્યાપારનો આધાર બની રહેશે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં આગળ વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ જે રીતે G20નું આયોજન સફળ રહ્યું છે તેનાથી ભારતીયોની ખુશી બમણી થઈ છે.
ભારત મંડપમ પોતે જ એક સેલિબ્રિટી બની ગયો છે. આ સિવાય ભારતે આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આફ્રિકન યુનિયન 51 દેશોનો એક સમૂહ છે જેને નવી દિલ્હીમાં G20માં સભ્ય બનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પરના સફળ લેન્ડિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે, લેન્ડર ચંદ્ર પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું હતું ત્યારે કરોડો લોકોએ એક સાથે વિવિધ માધ્યમો દ્વારા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ISROની યુટ્યુબ લાઈવ ચેનલ પર 80 લાખ કરતા પણ વધારે લોકોએ આ ઐતિહાસિક ક્ષણ જોઈને એક રેકોર્ડ બનાવ્યો હતો. આનાથી ખ્યાલ આવે છે કે, ચંદ્રયાન-3 સાથે ભારતીયનું કેટલું ઊંડું જોડાણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500