વ્યારાનાં માલીવાડ વિસ્તારનાં ફડકે નિવાસમાં રહેતા ૭૦ વર્ષીય છનાભાઈ મોરારભાઈ નાયકાએ ગત તારીખ ૩-૯- ૨૦૨૪ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર વધેલું જમવાનું નાંખતા છનાભાઈની વહુ વર્ષાબેન રણજીતભાઈ નાયકા, વૃદ્ધના પૌત્ર સુજલભાઈ રણજીતભાઈ નાયકા તેમજ પૌત્રી મહેક રણજીતભાઈ નાયકા (તમામ રહે.ફ્સકે નિવાસ, વ્યારા) ઉશ્કેરાઈ ગયા હતા અને છનાભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં સુજલ નાયકાએ વૃદ્ધને લાકડાથી કપાળમાં ફટકો મારી લોહી લુહાણ કરી દીધા હતા. આ દરમિયાન વહુ વર્ષાબેન તેમજ પૌત્રીએ પણ વૃદ્ધને ઢીકમુક્કીનો માર મારતા વૃદ્ધની ફરિયાદના આધારે તેના પરિવારના તમામ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application