મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદની સ્કૂલોમાં 29,600 શિક્ષકોનાં પદ ખાલી હોવાની માહિતી મળી છે. તે માટે ફેબુ્રઆરીમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (ટેટ) થવાની હોય માર્ચમાં તેના પરિણામ જાહેર થયા બાદ જૂન પહેલાં ગુણવત્તાનુસાર સંબંધિત શિક્ષકોની પવિત્ર પોર્ટલ દ્વારા ભરતી થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ સહિત પહેલાંથી આઠમાની આશરે 97 હજાર સ્કૂલો છે. તેમાં સવા બે કરોડથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે.
જિલ્લા પરિષદની આશરે 14 હજાર સ્કૂલોની વિદ્યાર્થી સંખ્યા 20 કરતાંય ઓછી છે. આથી આવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઓછાં અને શિક્ષક વધુ એ પરિસ્થિતિ છે. જેને લીધે વધુ વિદ્યાર્થીઓ હોય તેવી સ્કૂલોમાં શિક્ષકો ઓછાં પડી રહ્યાં છે. વળી ગત ચાર વર્ષથી શિક્ષક ભરતી થઈ ન હોવાથી પહેલાંથી અગિયારમા સુધીના શિક્ષકો માટે સંબંધિત શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાશે. ફેબુ્રઆરીમાં થનારી આ પરીક્ષા માટે 6 હજારથી વધુ સેન્ટર હશે. સાડા ત્રણથી ચાર લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, એવો અંદાજ સ્કૂલ શિક્ષણ વિભાગે વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application