Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં મગરકુઇ ગામે બે ભાઈઓએ પિતરાઈ ભાઈને લાકડીનાં સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • June 19, 2024 

વ્યારા તાલુકાનાં મગરકુઇ ગામે ભાઈને ચઢામણી બાબતે બે ભાઈઓએ પિતરાઈ ભાઈને લાકડીના સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે બે માસીયાઈ ભાઈઓ સામે પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં મગરકુઈ ગામે ડુંગરી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા સુભાષભાઈ વેલજીભાઈ ગામીત (ઉ.વ.55) અવિવાહિત છે


તેઓ નાનાભાઈ સુમન ગામીત સાથે રહે છે અને રાત્રે બાજુમાં રહેતા માસીના છોકરા અનિલભાઈ ઠાકોરભાઈ ગામીતના ઘરે સુવા જાય છે. અનિલભાઈ ગામીત અને પાડોશમાં રહેતા બે નાનાભાઈ અશોક ગામીત તથા રજનીકાંત ગામીત વચ્ચે કોઈ બાબતને લઇ આંતરિક વિવાદ ચાલતો હોય, જે બાબતે ભાઈ અનિલને સુભાષભાઈ જ ચઢામણી કરે છે એવી શંકા રાખી રવિવારે બપોરે સુભાષ ગામીત અનિલ ગામીતના ઘરે બેઠેલા હતા.


ત્યારે અશોક અને રજનીકાંત ઘરે આવ્યા હતા અને સુભાષને કહ્યું હતું કે, તું કેમ મારાભાઈ અનિલને અમારા વિશે ચઢાવે છે એમ કહી જોરજોરથી ગાળો આપી હતી. ત્યારબાદ નજીકમાં પડેલા લાકડા લઇ આજે તો તને જીવતો નહિં રહેવા દઉં કહી બંને ભાઈઓએ લાકડીનાં ત્રણથી ચાર સપાટા સુભાષને માર્યા હતા. દરમિયાન અનિલ ગામીતે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. સુભાસને ડાબા હાથના બાવડા ઉપર તથા પીઠનાં ભાગે વાગતા દુઃખાવો થતા હોસ્પિટલમાં સારવાર કરાવી સુભાષ ગામીતે વ્યારા પોલીસ મથકે અશોક ઠાકો રભાઈ ગામીત અને રજનીકાંત ગામીત સામે ધાક ધમકી આપી મારપીટ કર્યાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application