ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં કૂકડનખી ગામ ખાતે રહેતો પ્રવીણભાઈ બાબુરાવભાઈ દેશમુખ ચીચીનાગાવઠા ગામ ખાતે રહેતી એક યુવતીનાં પ્રેમમાં હતો. જોકે યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકને તે વાત મનમાં લાગી આવી હતી જેથી એક તરફી પ્રેમમાં પડેલા યુવકે ગામમાં આવેલ પીવાના પાણીની ટાંકીની ઉપર ગેલેરીના ફરતે લગાવેલ લોખંડના એન્ગલ સાથે પાઇપ લગાવેલી છે તે એંગલ સાથે દોરડાનું એક છેડો બાંધી બીજા છેડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બનાવને લઈને વઘઈ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application