કોસંબા હદમાં આવેલ પીપોદરાની ટેમ્પા ગલીમાં 35 વર્ષીય કામદારને અચાનક ખેંચ આવી હતી અને જે બેહોસ થઈને ઢળી પડ્યો હતો જેને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેતરામ (ઉ.વ.35) પીપોદરાની ટેમ્પા ગલીમાં હાજર હતા. તે દરમિયાન તેમને આકસ્મિક રીતે ખેંચ આવી જતા બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ ચેતરામને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application