નર્મદાનાં સાગબારા તાલુકાનાં ખીપી ગામમાં પતિનાં શકનાં કારણે પત્નીએ ઝેરી દવા પી લેતા મોત થયું હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આશા મગનભાઇ સુરપસીંગભાઇ વસાવા (ઉ.વ.31., રહે.ખોપી, તા.સાગબારા) ઉપર તેમના પતિ મગનભાઈ શક કરતા હતા. જેથી આ બાબત મનમાં લાગી આવતા ગઇ હતી. જેથી ગત તારીખ 17 ઓગસ્ટ 23નાં આશરે નવેક વાગ્યાના અરસામા પોતાના ઘરમાં રહેલી ઘાસ મારવાની દવા પોતાની જાતે પી ગયા હતા. તેમને પ્રથમ સારવાર માટે ડેડીયાપાડા સરકારી દવાખાનામા બાદ વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઇ જઇ દાખલ કરતા સારવાર દરમિયાન ફરજ પરનાં ડોકટરે તેમને મૃત જાહેર કરતા સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application