Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખટોદરામાં કરિયાણાની દુકાનમાં ચોકલેટ લેવાને બહાને આવેલો અજાણ્યો વેપારીની ૪૦ હજારની ચેઈન ખેંચી ફરાર

  • November 20, 2021 

ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ખટોદરા જીઆઇડીસીમાં નરેન્દ્ર ડાઈંગની સામે પ્લોટ નં.૧૬૨માં રહેતા ૭૧ વર્ષીય ચંન્દ્રકાંત મણીલાલ જરીવાલા ઘરની બહાર જ શિલ્પા ­પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન ચલાવે છે. ગત તારીખ ૨૭મી ઓક્ટોબરના રોજ મોડીસાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ દુકાનની અંદર બેઠા હતા.  તે સમયે એક બાઇક પર બે ઇસમો આવ્યા હતા.


જે  પૈકી એક વ્યક્તિ બાઇક ચાલુ રાખી દુકાનની બહાર ઉભો રહ્યો હતો જયારે બીજા ઇસમ ચોકલેટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. ચંદ્રકાન્તભાઇ હજુ કઇ સમાજે તે પહેલા જ ચોકલેટ લેવા આવેલા ઇસમે તેમના ગાળામાં પહેરેલી ૨૦ ગ્રામની સોનાની ચેઇન તથા તેની સાથે ૫ ગ્રામનું સોનાનુ માછલી આકારનુ લોકેટ મળી કુલ ૪૦ હજાર મત્તાનું ખેંચી ફરાર થઇ ગયો હતો અને બાઇક પર બેસી જતા બંને બાઇક લઇ ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ચંદ્રકાન્તભાઇએ ફરિયાદ નોઁધાવતા  પોલીસે બંને સ્નેચરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application