સુરત જિલ્લાનાં કીમ નજીક આવેલ પાનસરા ગામમાં હળપતિ વાસમાં રહેતા સુમિત મુકેશ રાઠોડ અને ગામમાં જ રહેતી રાધા પ્રવિણ રાઠોડ બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે ગત તારીખ 23નાં રોજ બંને પ્રેમી પંખીડાઓએ પાનસરા ગામના નદી કિનારે જઈ કોઈક અગમ્ય કારણે જેવી દવા પી લીધી હતી જોકે તે પછી બંને જણાને સારવાર માટે ખસેડવા બાદ પ્રેમિકા રાધાબેન પ્રવીણભાઈ રાઠોડનું ઝેરી દવા પી જવાના કારણે મોત થયું હતું અને પ્રેમી સુમિતભાઈ મુકેશભાઈ રાઠોડને વધુ સારવાર માટે દાખલ કરાયા બાદ ઘટનાના પાંચ દિવસ પછી તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાનસરા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી, બનાવની જાણ થતા કોસંબા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application