કતારગામ પોલીસના જણાવ્યા મુજબ સૈયદપુરા શ્રાવકશેરી વાસ્તુપુજન એપાર્ટમેન્ટમાં રહેતા જય અજયભાઈ કંસારા (ઉ.વ.૨૪) કતારગામ લક્ષ્મી એન્કલવમાં આવેલ વર્ધમાન એન્ટરપ્રાઈઝમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા ૧૬મી નવેમ્બરના રોજ મોડી સાંજે સાતેક વાગ્યે એક અજાણ્યો જય પાસે આવ્યો હતો અને આપણા કોમ્પ્લેક્ષમાં આવેલ જોકીનો શો રૂમનો તેના ભાઈ વિશાલનો હોવાનુ કહી પોતાનું નામ જય કહી મંદિરમાં દાનમાં અલગ અલગ કંપનીના ૮૦૦ પેકેટ બિસ્કીટ જોઈએ છે તમેક હી તેમને કારીગરો પાસેથી બિસ્કીટના પેકેટ કઢાવ્યા હતા.
ઠગબાજ જયને તમારી સાથે કામ કરતા ચિરાગભાઈ ક્યા છે હોવાનુ પુછ્યુ હતું જેથી જયએ તેના ભાઈના લગ્નના કામથી બહાર ગયો છે હોવાનુ કહેતા ઠગબાજે ચીરાગે તેના ભાઈને પણ ઈન્વીટેસન આપ્યું છે અને અમારી પણ લગન્માં જવાનુ કહ્યું હતુ. ત્યારબાદ ઠગબાદ જયને ચીરાગે મારા ભાઈ વિશાલ સાથે છુટ્ટા પૈસા ૧૦૦-૨૦૦ની નોટો જોઈએ છે તેમ વાત કરી હતી તમે મને નોટો આપો હું તમને શો -રૂમ ઉપરથી છુ્ટ્ટા પૈસા આપુ છુ કહેતા જય કંસારાએ તેના માણસને ૫૦૦ની નોટોના ૩૦ હજાર આપી શો રૂમ પરથી છુટ્ટા પૈસા લઈ આવા મોકલ્યો હતો. ઠગબાજે કારીગર પાસેથી પૈસા લઈ તમે શો રૂમ પહોચો હુ ત્યાં આવુ છુ કહી રફુચક્કર થઈ ગયો હતો. કારીગરે આ અંગે જાણ કરતા જયભાઈ શો રૂમ ઉપર પહોચી તપાસ કરતા વિશાલ નામનો કોઈ ત્યાં માણસ નથી હોવાનુ બહાર આવતા જય કંસારાએ તાકિદે તેના માણસ ચીરાગને ફોન કરી કોઈની સાથે છુટા પૈસા માટે વાતચીત થઈ હોવાનુ પુછતા ચીરાગે ના પાડતા જય કંસારાને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે અને ગઈકાલે બનાવ અંગે ફરિયાદ નોîધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application