મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં પટેલ ફળિયામાં રહેતા સરસ્વતીબેન રઘુભાઈ ગામીત (ઉ.વ.૩૦) ઘરકામ કરી ગુજરાન ચલાવે છે જયારે ૦૨/૦૯/૨૦૨૪ના રોજ બપોરે જમી પરવારી પોતાના ઘરે હાજર હતા. તે સમયે આશરે ત્રણેક વાગ્યાનાં અરસમાં સરસ્વતીબેનનાં બનેવી નિતેશભાઈ નવીનભાઈ ગામીતનાઓ ઘરે આવી મારી બેન સરોજમેનને જોરજોરથી બોલી કહેવા લાગેલ કે, ‘તું કેમ મારા ઘરે આવતી નથી’ તેમ કહી ઝગડો કરવા લાગ્યા હતા.
જેથી બનેવીને કહેલ કે, મારી બેનને સારી રીતે રાખતા નથી એટલે તે અહીં અમારા ઘરે રહે છે તેવું કહેતા બનેવી નિતેશભાઈ એકદમ ઉશ્કેરાય જઈ સરસ્વતીબેનને નાલયક ગાળો આપી મોઢાનાં ભાગે ઠીકમુક્કીનો મારમાર્યો હતો જેથી નીચે પડી ગઈ હતી તેમજ બનેવીએ પગથી પેટના ભાગે તથા જમણા પગનાં ઘૂંટણનાં ભાગે લાત મારવા લાગ્યો હતો જેથી સરસ્વતીબેને બુમાબુમ કરતા તેમની માતા કમળાબેને વચ્ચે પડી માર મારવાથી છોડાવતી હતી તેમ છતા મારા બનેવી નિતેશભાઈ નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તે દરમિયાન બાજુમાં રહેતા મારા કાકા ઉમેશભાઈ આવી જઈ વધુ મારથી બચાવેલ હતી. આ મારામારીમાં સરસ્વતીબેનને મોઢાના ભાગે નાક ઉપર તેમજ પેટના ભાગે અને જમણા પગનાં ઘુટનનાં ભાગે ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ગડત સરકારી દવાખાને લઈ જઈ પ્રાથમીક સારવાર કરી લીધી હતી ત્યારબાદ વધુ સારવાર માટે વ્યાસ જનરલ હોસ્પીટલ રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે સરસ્વતીબેન ગામીત નાંએ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ મથકે બનેવી નિતેશભાઈ નવીનભાઈ ગામીત (રહે.કપુરા ગામ, પટેલ ફળિયું, તા.વ્યારા)નાં વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500