Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કપડબંધ ગામે જૂની અદાવત રાખી મારામારી

  • May 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં કપડબંધ ગામનાં દાદરી ફળિયામાં ઘર આંગણે જૂની અદાવત રાખી માર મારનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં કપડબંધ ગામનાં દાદરી ફળીયામાં રહેતા પ્રિતમભાઈ રમણભાઈ ગામીતનાં પિતાજી રમણભાઈ મગનભાઈ ગામીત જેઓ પાચેક મહીના પહેલા રાયસિંગભાઈ બાબલીયાભાઈ ગામીત (રહે.તારપાડા ઊપલુ ફળીયુ, તા.સોનગઢ)નાઓ સાથે બિરાયણની શેરડી ભરવા માટે ગયા હતા. તે સમયે શેરડી ભરી પરત અવતા હતા.



ત્યારે બોલેરો પિકઅપ પલ્ટી જતા તેની નીચે રમણભાઈ મગનભાઈ ગામીત નાઓ દબાઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું અને એક્સિડન્ટનું સમાધાન પણ થયેલ ન હતું. જેથી પ્રિતમભાઈ રમણભાઈ ગામીત નાંએ ગત તા.16/05/2023નાં રોજ અદાવત રાખી રાયસિંગભાઈ બાબલીયાભાઈ ગામીત નાંઓને ત્યા લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે તેઓને પાછળથી ધારદાર વસ્તુ એટલે કે ચપ્પુ જેવા સાધન વડે કમરનાં ઊપરના ભાગે ડાબી સાઈડે પીઢ ઊપર એક ધા મારી લોહિ-લુહાણ કરી ઈજા કરી તેમજ લાકડા વડે પગમાં ફટકો મારી શરીરે મુઢ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે રાયસિંગભાઈ ગામીત નાંએ તા.17/05/2023નાં રોજ પ્રિતમભાઈ ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application