મહારાષ્ટ્ર ધુલિયા માંથી ભંગારનો વ્યાપારી તેના પિતરાઈ ભાઈ સાથે કામ અર્થે સુરત સબંધીને ત્યાં આવ્યો હતો જે બાદ ફરી ધુલિયા જવા માટે સુરતથી કડોદરા આવ્યો અને કડોદરાથી ઇકો ગાડીમાં બેસી સોનગઢ જવા નીકળ્યા હતા જે અરસામાં ઇકોમાં બેઠેલા પેસેજરે વ્યાપારીને એક સીટ પરથી બીજા સીટ પર બેસવાનું કહી વ્યાપારીના ખિસ્સામાં રહેલા 65 હજાર સેરવી લીધા હતા જે બાદ બંને ને ઉતારી ઇકો ચાલક સહિતના ઈસમો ભાગી છૂટ્યા હતા વ્યાપારીએ કડોદરા પોલીસ મથકમાં 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના અસ્સી ફૂટ રોડ પર આવેલા ભોલા બજાર પાસે રહેતા ફારૂક ઇશમાઇલ શાહ (ફકીર) ભંગારના વ્યાપાર સાથે સંકળાયેલા છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ ફારૂકભાઈ તેના પિતરાઈ ભાઈ સુલતાન અબ્દુલ શાહ સાથે ધુલિયાથી સુરત મીઠીખાડી વિસ્તારમાં રહેતા તેઓના મામા યુસુફ શાહને ત્યાં ભંગારના ધંધા અર્થે 65 હજાર રોકડ લઈ આવ્યા હતા.
જોકે કામ પૂર્ણ નહિ થતા એકરાત ત્યાં રોકાઈ 3 સપ્ટેમ્બરના રોજ તેઓ ફરી ધુલિયા જવા નીકળ્યા હતા. સુરતથી રિક્ષામાં બેસી તેઓ કડોદરા આવ્યા અને કડોદરા ચામુંડા હોટલની સામેથી બને એક સફેદ રંગની ઇકોમાં બેસી સોનગઢ જવા નીકળ્યા હતા.
ઇકોમાં પાછળના ભાગે 4 ઈસમો બેઠા હતા ફારૂકભાઈ અને સુલતાનભાઈ પાછળ તેઓ સાથે બેઠા જે અરસામાં પાછળ બેઠલા માંથી એક ઇસમે સુલતાનભાઈ ને આગળની સીટ પર બેસવા જણાવ્યું સુલતાન ભાઈને આગળ બેસાડ્યા બાદ પાછળ બેઠેલા ઈસમો " બેસતા ફાવતું નથી " કહી ફારૂકભાઈને આમથી તેમ બેસવા કહી ફારૂકભાઈના ખિસ્સામાં રહેલા 65 હજાર રોકડ સેરવી લીધા હતા જે બાદ તાંતીથૈયાના એસર પેટ્રોલ પંપ સામે ડ્રાઇવરે જણાવ્યું કે "જગ્યા એકજેસ્ટ નથી થતી તમે બને નીચે ઉતરો હું જગ્યા એકજેસ્ટ કરી આપુ "એમ કહી ફારૂકભાઈ અને સુલતાનભાઈ બે ગાડી માંથી ઉતરવા કહ્યું બને જેવા નીચે ઉતર્યા કે પાછળ બેઠેલા ઈસમોએ ગાડીનો દરવાજો બંધ કરી બીજી ગાડીમાં આવજો એમ કહી ગાડી હંકારી મૂકી હતી.
એકાએક ગાડી માંથી ઉતારી મુકતા ફારૂકભાઈ ખિસ્સા ચેક કરતા 65 હજાર ચોરાયા હોવાનું જણાય આવ્યું હતુ. કાર જતા જતા સુલતાનભાઈ એ કારનો નંબર GJ/05/6247 નોંધી લીધો હતો જે બાદ તેઓ હેમખેમ ધુલિયા પોતાના ઘરે પહોંચી ગત શુક્રવારે ફરી કડોદરા આવી કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથકના ઇકોકાર ચાલક સહિત 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500