Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢમાં SOGનાં એક PSIનો મોટા કૌભાંડ આવ્યો સામે : 335 બેંક ખાતાઓ ખોલવા માટે રકમને કરી હતી મોટી માંગ

  • January 29, 2024 

જૂનાગઢમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGનાં એક PSI દ્વારા મોટા કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. PSI દ્વારા 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને તેને ખોલવા માટે મોટી રકમની માંગ કરવામાં આવી હતી. આ બેંક ખાતાની માહિતી આપનાર સીપીઆઈ તરકલ ભટ્ટે પણ અમદાવાદમાં આવું જ કૌભાંડ આચર્યું હતું. આ ઘટના અંગે રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં એસ.ઓ.જી.નાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે, પી.એસ.આઈ. અરવિંદ ગોહિલ અને રાઈટર દીપક જાનીએ મળીને અનેક બેંક ખાતાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને EDને ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.



આ કાંડમાં માત્ર એક-બે નહીં, પરંતુ 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક કેરળના કાર્તિક જગદીશ ભંડારીનું હતું. જેને જૂનાગઢ બોલાવી રૂપિયા 85 લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 25 લાખની વાત થઈ અને અંતે 5 લાખમાં મામલો ફાઈનલ થયો. આ પછી મામલો જૂનાગઢના રેન્જ આઈ.જી. સુધી પહોંચ્યો હતો. કાર્તિકે જ્યારે આખી વાત કહી ત્યારે રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા પણ ચોંકી ગયા હતા. જ્યારે આઈ.જી. ઓફિસે આ મામલે તપાસના આદેશ આપ્યા ત્યારે એક સાથે 335 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડની જાણ થતા જ જૂનાગઢ આઈજીએ ગોહિલ અને જાનીને સસ્પેન્ડ કરી દીધા હતા.



સમગ્ર મામલે આઇજી કચેરીના અધિકારી શક્તિસિંહ ગોહિલેએ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં બંને પોલીસ કર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોહિલે જણાવ્યું હતું કે, માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે આ બેંક ખાતાઓની વિગતો આપી હતી. ત્યારબાદ આઈ.જી.એ તરત જ સીપીઆઈ તરકલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દીધા હતા જયારે વધુમાં તરલ ભટ્ટને અગાઉ પણ એક ગુનામાં સસ્પેન્ડ કરી માણાવદર મોકલી દેવાયો હતો. તેઓ અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાં તૈનાત હતા અને પોલીસ કમિશનર વિકાસ સહાયે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ માધુપુરામાં રૂપિયા 2,000 કરોડના સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવાયેલા તરલ ભટ્ટને મે 2023માં સસ્પેન્ડ કરીને જૂનાગઢ મોકલવામાં આવ્યો હતો. હવે ફરી તરલ ભટ્ટને આવા જ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application