કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ આર્થિક મોરચે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલો સામે આવ્યા છે.
જુલાઈ મહિનામાં 32 લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જુન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા 79.70 મિલિયન હતી અને જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન થઈ ગઈ છે. આમ, લગભગ 32 લાખ લોકોએ નોકરીથી હાત ધોવા પડ્યા છે.
કોરોનાકાળ પહેલા જુલાઈ 2019માં પગારદાર લોકોની સખ્યા 86 મિલિયન હતી. આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી. જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ સપ્ટેમ્બર 2020માં બેરોજગારી દર વધીને 13.3 ટકા થયો હતો. જે તેના એક વર્ષ પહેલા 8.4 ટકા રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500