Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝારખંડનાં ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ : આગમાં 3 બાળકો સહીત અનેક લોકોનાં મોત, જયારે 24થી વધુ લોકો દાઝ્યાં

  • February 01, 2023 

ઝારખંડનાં ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી છે જેના પગલે બિલ્ડીંગમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. મળતી માહિતી અબુસાર, આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત નીપજવાનાં સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ધટનામાં 10 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે. જયારે ઝારખંટના ધનબાદમાં આશીર્વાદ ટ્વીન ટાવરમાં ભીષણ આગ લાગતા 10 મહિલા એક વૃદ્ધ અને 3 બાળકો જીવતા ભૂંજાયા હતા.






આ 10 માળના ટ્વીન ટાવરના બીજા માળે આગ લાગી હતી અને જોતજોતામાં જ આગ 5માં માળ સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે આગમાં સળગી જવાને કારણે મૃતદેહોની ઓળખ કરવી મુશકેલ બની હતી. ગેસ સેલિન્ડરનો વિસ્ફોટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 24થી વધુ લોકો દાઝી ગયા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનાની દેખરેખ મુખ્યમંત્રી  રાખી રહ્યો છું. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનબાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોનાં પરિજનોને રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application