ભારતમાં પ્રેસ અને મીડિયાની સ્વતંત્રતાને લઈને વિદેશોમાં જાત જાતના અભિપ્રાય ત્યાંનુ મીડિયા રજૂ કરતુ હોય છે.હવે અમેરિકાએ આ મુદ્દે ભારતની પ્રશંસા કરતુ નિવેદન આપ્યુ છે. અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લૂએ કહ્યુ છે કે, ભારતમાં પ્રેસ અને મીડિયાને આઝાદી છે અને ભારતમાં લોકતંત્રનુ સમર્થન કરનારા પત્રકારોનો રોલ પણ પ્રશંસનીય છે. ભારતમાં કશું ગુપ્ત રાખવામાં આવતુ નથી. ભારતમાં લોકશાહી છે અને તેની પાછળનુ કારણ એ છે કે, અહીંયા પ્રેસ અને મીડિયા સ્વતંત્ર તરીકે હકીકતમાં કામ કરે છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં પ્રેસની સ્વતંત્રતા માટે મારા મનમાં સન્માનની લાગણી છે. મને યાદ છે કે, હું એક વખત વિદેશ મંત્રાલયની મુલાકાતે ગયો હતો અને ત્યાં એક સિનિયર ઓફિસરને ફાઈલોના ઢગલા વચ્ચે જોયા હતા. તેઓ રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળની અરજીઓનો જવાબ આપવાની કામગીરી કરી રહ્યા હતા અને કામના બોજની ફરિયાદ કરી રહ્યા હતા. મેં આ જોઈને વિચાર્યુ હતુ કે, અમારે પણ નોકરશાહીમાં આ કામ કરવુ પડતુ હોય છે. જો કોઈ દસ્તાવેજ માંગે તો તે શોધવામાં દિવસો લાગી જતા હોય છે પણ તેની જાણકારી આપવી પડે છે. કારણકે લોકશાહીમાં આ જ પધ્ધતિથી કામ થતુ હોય છે.તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, ભારતમાં પત્રકારો જે કામ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમની કામગીરી ભારતમાં લોકશાહીનુ સમર્થન કરનારી છે અને લોકશાહીને સપોર્ટ કરનારી છે. હું જાણુ છું કે, મીડિયાનુ માર્કેટ બદલાઈ રહ્યુ છે પણ લોકશાહી માટે તેની ભૂમિકા મહત્વની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025