હિમાચલપ્રદેશમાં આજે સવારે એક કાર ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માતી ઘટના બની હતી, જેમા સાત પોલીસ કર્મીઓનાં મોત થયા છે. આ ઘટના તીસા બૈરગઢ રોડ પર આવેલ તરવાઈ પુલ પાસે બની હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની વધુ વિગત મુજબ હિમાચલપ્રદેશનાં ચંબા જિલ્લામાં આ દર્દનાક અકસ્માત થયો હતો. અહીં એક કાર ખીળમાં ખાબકી હતી જેમાં સાત પોલીસ કર્મીઓનાં કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે કાર તીસા બૈરાગઢ રોડ પર તરવાઈ પુલ પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું.
અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. આ અકસ્માતના પગલે કેબિનેટ મંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શોક વ્યક્ત કર્યો હતો. શિમલા ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય હંસરાજે કહ્યું કે, ચંબામાં આજે સવારે ખૂબ જ દર્દનાક અકસ્માત થયો છે. આ અંગેની માહિતી અમે પહેલા પણ સરકારને આપી હતી, પરંતુ સરકાર મૌન રહી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, PWDમાં કામ કરતા જોગીન્દર શર્મા વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે. તેમની બેદરકારીના કારણે આજે ચંબામાં આટલો મોટો અકસ્માત થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500