વલસાડનાં હરિયા ગામે રહેતી પરિણીતાને તેના પતિએ નજીવી બાબતે મારમારી ઈજા પહોંચાડી હતી. જે બાબતે પરિણીતાએ તેણીના ભાઈ અને માતાને જાણ કરતા બંને પરિણીતાની સાસરે પહોંચ્યા હતા. જોકે આ સમયે ઉશ્કેરાયેલા પરિણીતાના જેઠ જેઠાણી અને એક અન્ય સાગીરતે પરિણીતાના ભાઈ અને માતાને માર મારતા મામલો વલસાડ રૂરલ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનાં હરિયા ગામનાં વેરી ફળિયામાં લક્ષ્મીબેન નાયકા તેમનાપતિ નિલેશ અશોકભાઈ નાયકા, તેમના ત્રણ સંતાનો અને સાસુ સાથે રહે છે અને ઘરકામ કરે છે.
લક્ષ્મીબેનનાં જેઠ સંજયભાઈ અને જેઠાણી અલગ ઘરમાં રહે છે. જોકે ગત તારીખ ૧૩-૦૭-૨૪નાં રોજ નિલેશ નાયકા અને લક્ષ્મીબેન ઘરમાં હાજર હતા. તે દરમિયાન પત્ની સાથે તકરાર કરતા નિલેશે પત્નીનો સામાન ઘરની બહાર કાઢવાનું શરૂ કરતા, લક્ષ્મીબેને પતિને તેમ નહિ કરવાની ટકોર કરી હતી. જેથી નિલેશે પત્નીના પેટના ભાગે ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી લક્ષ્મીબેને આ બાબતની જાણ વલસાડના ગોરવાડા ગામે રહેતા ભાઈ મહેશભાઈ રાઠોડ અને માતા મંજુબેનને કરતા બંને હરિયા ગામે લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યા હતા.
જયારે લક્ષ્મીબેન પેટનાં ભાગે મારના કારણે તેણીને દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા તેણીના ભાઈ મહેશભાઈએ 108 એમ્બ્યુલન્સની મદદ માંગી હતી. જે બાબથી ઉશ્કેરાયેલા લક્ષ્મીબેનનાં જેઠ સંજયભાઈ અને જેઠાણી નીકિતાબે મદદ માંગનાર મહેશભાઈ સાથે તકરાર શરૂ કરી હતી. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા ચીયો નામના ઈસમે મહેશને પોલીસને કેમ કોલ કર્યો હોવાનું ઉપરાણું લઈ મહેશને માર મારવાનું શરૂ કરતા, તે સમયે ત્યાં હાજર મહેશની માતા મંજુબેન પુત્રને બચાવવા દોડી ગયા હતા.
પરંતુ સંજય તેની પત્ની અને સાગરીતે મંજુબેનને મારમારી ધમકી આપી હતી. ઘટના બાદ લક્ષ્મીબેને તેણીની સાથે તકરાર કરી ત્રાસ આપતા પતિ, જેઠ જેઠાણી અને તેમના સાગરિત સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500