Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં હલધરૂ ગામે જૂની અદાવતમાં યુવક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • June 26, 2024 

કામરેજનાં હલધરૂ ગામે જૂની અદાવતમાં બે ઇસમોએ યુવક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં મામલે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બંટીકુમાર 6 મેવા સાવ (ઉ.વ.24, રહે.જોળવા ગામ, તા.પલસાણા) પોતાની બાઈક નંબર GJ/05/MC/0476 લઈને યુ.ટી.ફિટનેશ જીમ જવાનાં રસ્તા પાસે બાથરૂમ જવા ઉભો હતો.


તે દરમિયાન રાહુલ હિરામન મરાઠે અને રાહુલ પવાર ઉર્ફે ગુગરૂ મોપેડ પર આવી પહોંચ્યા હતા અને બંટીકુમારને જણાવેલ કે તે અમારા વિરૂદ્ધમાં ફરિયાદ કેમ કરેલ હતી તેમ જણાવી ગાળો બોલી રાહુલ મરાઠે તેનાં ચપ્પુ વડે યુવકનાં માથાનાં ભાગે ઇજાઓ કરી અન્ય આરોપી ગુગરૂએ સળીયા વડે યુવકનાં માથાનાં અને શરીરનાં વિવિધ ભાગે માર મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો અને હવે બીજી વખત ફરીયાદ કરશે તો જીવતો છોડીશુ નહીં જેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જોકે ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે રાહુલ હિરામન મરાઠે (રહે.ગાર્ડનવેલી સોસાયટી, જોળવા ગામ, તા.પલસાણા), રાહુલ પવાર ઉર્ફે ગુગરૂ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application