મહારાષ્ટ્રનાં મહિલા IAS અધિકારી પૂજા ખેડેકરનાં વિવાદ પછી ગુજરાતમાં પણ રાજ્ય સરકારે ચારેક IAS અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી કરવા આદેશ કર્યો છે. દરમિયાન, એવી ચર્ચાએ જોર પકડયુ છે કે, સૌરાષ્ટ્રના એક મહિલા અધિકારી પણ ફિઝિકલ હેન્ડીકેપ સર્ટીફિકેટ આધારે IAS બન્યા છે. ગુજરાત કેડરના મહિલા IAS કોઇપણ રીતે પહેલી નજરે વિકલાંગ હોય તેમ દેખાતુ નથી.
આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં, અખબારી માધ્યમોમાં વાયરલ થયો છે જોકે એની કોઈ અધિકૃત પુષ્ટી કે ઈનકાર થયો નથી. ગુજરાત સરકારે ચારેક IAS-IPSના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે ત્યારે વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના એક મહિલા IAS હાલ ચર્ચામાં છે. નવાઈની વાત તો એ છે કે, આ મહિલા IAS ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરીમાં બહેરા-મુંગા તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતાં. વાસ્તવમાં આ અધિકારી સરળતાથી બોલે છે અને સાંભળી શકે છે.
તેમને કોઈ પણ પ્રકારની વિકલાંગતા જણાતી નથી. આમ છતાંય તેમને ફિઝિકલ હેન્ડીકેપની અનામત કેટેગરીમાં સ્થાન મળ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ સમગ્ર મામલે કથિત-ચર્ચિત મહિલા અધિકારીને ફોન-મેસેજ કરી સંપર્ક કરવામાં આવ્યો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ મુદ્દે રાજ્ય સરકારના ટોપના અધિકારીઓ પણ જવાબ આપવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે IASનાં પ્રમાણપત્રોની કે ચકાસણી કરવા માંગ કરી હતી જેથી દૂધનુ દુધને પાણીનું પાણી થઇ જાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500